મોરબી નવયુગ વિદ્યાલય દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી ખાતે આવેલ નવયુગ વિદ્યાલયમાં ગત તા.30ને મંગળવારના રોજ ઈનામ-વિતરણ કાર્યક્રમ 2023-24નું આયોજન થયું હતું. જેમાં વાર્ષિક પરીક્ષા, રમત-ગમત, વિજ્ઞાનમેળા, શિક્ષકદિન તેમજ અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ/ગિફટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. જેમાં 676 શિલ્ડ, 72 ગિફ્ટ અને 460 જેટલા મેડલો એનાયત થયા. આ ઉપરાંત શાળાના શિક્ષકોને એમના ઉમદા પરિણામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુપ્રિમો પી.ડી.કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમને નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફે સફળ બનાવ્યો હતો.