મહેંદી બહેનોને અતિપ્રિય હોય છે બહેનોને મહેંદી મૂકવાનું કહો એટલે બધું જ કામ પડતું મૂકી મહેંદી મૂકવા બેસી જાય. હાલમાં લોકસભાની ચૂંટણી માટે તાજેતરમાં મતદાન યોજાવાનું છે ત્યારે ટંકારા મત વિસ્તારના પડધરી તાલુકાના સરપદડ ગામે આઇ સી.ડી. એસ ની બહેનો દ્વારા મતદાન જાગૃતિ અંગે સંદેશો આપતી મહેંદી મૂકવામાં આવી હતી.
મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યો છે. તો વધુને વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે પડધરી તાલુકાના સરપદડ ગામે આઇ.સી.ડી.એસ ની બહેનો દ્વારા હાથમાં મહેંદી મુકવા આવી હતી. જે મહેંદીમાં “VOTE TO OUR RIGHT” , “VOTE FOR INDIA ૨૦૨૪” અને ” LOKSABHA ELECTION ૨૦૨૪” નાં સ્લોગન મહેંદીમાં અંકિત કરવામાં આવ્યા હતા અને બહેનોએ મતદાન અચૂક કરીશું અને અન્યને પણ મતદાન કરવા માટે કહીશું તથા શપથ લીધા હતા.