૬૫-મોરબીમાં ૫૦, ૬૬-ટંકારામાં ૪૨ અને ૬૭-વાંકાનેરમાં ૭૯, શતાયુ સર કરી ચૂકેલા મતદારો
લોકસભાની ચૂંટણી અન્વયે આવતી કાલે તારીખ ૭ મેના મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે. મોરબી જિલ્લાની ત્રણે વિધાનસભા મતવિસ્તાર મળીને કુલ ૮.૩૦ લાખ મતદારો નોંધાયા છે, જેમાં નવયુવાનથી લઈ શતાયુ મતદારોમોરબી જિલ્લામાં મતદારો મતદાન કરવા માટે ઉત્સાહી છે ત્યારે જિલ્લામાં કુલ ૧૭૧ શતાયુ આયુષ્યના મતદારો પણ છે.
મોરબી જિલ્લામાં કુલ ૮.૩૦ લાખ મતદારો નોંધાયેલા, છે જે પૈકી ૧૭૧ મતદારો સદી ફટકારી ચૂકેલા મતદારો છે. મોરબી જિલ્લામાં ત્રણેય વિધાનસભા મતવિસ્તાર મુજબ જોઈએ તો ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં સો વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા ૫૦ છે, તો ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં ૪૨ અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ૭૯ સો વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો નોંધાયા છે.
મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પહેલી વાર જેઓ મતદાન કરવાના છે તે સહિતના તમામ મતદારો અવશ્ય મતદાન કરે તેવા પ્રયત્નો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શતાયુ આયુષ્યના મતદારો સહિત ૮૫ વર્ષ ઉપરના તમામ મતદારો માટે ઘરેથી મતદાન કરે તેવી સુવિધા ઉભી કરવામાં આવી હતી જે અન્વયે ૧૭૧ શતાયુ આયુષ્યના મતદારો સહિત ૮૫ વર્ષ ઉપરના મહત્મ મતદારોએ ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કર્યું છે.