ટંકારાના ભૂતકોટડા ગામે દિવ્યાંગો દ્વારા ચલાવવામાં આવતું મતદાન મથક

મતદારોને અગવડતા નાં પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો વિશેષ બુથ પણ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ટંકારાનાં ભૂતકોટડા ગામે આવેલ બુથનું સંચાલન દિવ્યાંગો દ્વારા કરવામા આવી રહ્યું છે.

દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પહોચાડવા માટે વહીવટી તંત્ર પણ વાહન દ્વારા મતદાન મથક સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે દિવ્યાંગ મતદારો પણ લોકોને વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરી રહ્યા છે.