લોકસભા સામાન્ય ચુંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે મોરબી જિલ્લામાં સવારથી જ મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લાવાસીઓ પોતાની અગવડતા એક બાજુ પર રાખી મતદાન કરવા ઘરની બહાર નીકળી રહ્યા છે.
મોરબી જિલ્લાના ખીરાઈ ગામે ૯૭ વર્ષીય વયો વૃદ્ધ મતદાર વશરામભાઇ હરજીભાઈ સાંજણાએ પોતાની પ્રતિકૂળતાઓને અવગણી વ્હીલચેર ઉપર આવી મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી.