સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ નું ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યભરમાં ગુજરાતીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સૌ કોઈ પહેલા મતદાન પછી અન્ય કામ નું સૂત્ર અપનાવી પોતાનો પવિત્ર મત આપવા મતદાન મથકે પહોંચી રહ્યા છે ત્યારે દિવ્યાંગ મતદારો પણ તેમાં સહભાગી થઈ રહ્યા છે
મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે દિવ્યાંગ સંચાલિત મતદાર બૂથમાં કાર્યરત કર્મચારીઓ મતદારોને મતદાન મથક સુધી પહોંચવા સહાય કરી રહ્યા છે.
દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો મતદાન મથકો પર નોડલ pwd મતદારો અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી અને તેની ટીમ મતદાન કરવા આવેલ દિવ્યાંગ તેમજ વૃધ્ધ મતદારોને વાહનમાંથી ધ્યાન પૂર્વક ઉતાર્યા હતા તેમજ દિવ્યાંગ મતદારોનો હાથ પકડી મતદાન કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા.