અમે કોઈથી કમ નથી; દિવ્યાંગ કર્મચારીઓ બની રહ્યા છે મતદારોને મદદરૂપ

PWD સંચાલિત મતદાન મથકો પર PWD કર્મચારીઓનું કુનેહપુર્વક અને કુશળ સંચાલન

૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૨૭૯, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૧૭૬ અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૯૫ માં PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આ મતદાન મથક પરની તમામ કામગીરી અને સંચાલન દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

લોકસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૮૮૯ મતદાન મથકો પર મતદારો ઉત્સાથી મતદાન કરી રહ્યા છે. આ ૮૮૯ મતદાન મથકોમાંથી કેટલાક મતદાન મથકોને સખી મતદાન મથક, મોડેલ મતદાન મથક તેમજ PWD કર્માચારીઓ દ્વાર સંચાલિત મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. જે અન્વ્યે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૨૭૯, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૧૭૬ અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૯૫ માં દિવ્યાંગ કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક આજે કાર્યરત છે.

આ મતદાન મથકો પર બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આ ત્રણેય મતદાન મથકોનું PWD કર્માચારીઓ દ્વારા ખૂબ જ કુશળતાથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગ કર્મચારીઓ મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ કર્મચારીઓ મતદારો ને સંપૂર્ણ પણે મદદરૂપ બની રહ્યા છે.