તારીખ:-6/05/24 ના રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિ નો ફોન આવેલ અને તેમણે જણાવેલ એક મહિલા તેમની બાળકીઓ સાથે મંદિર પર આવેલા છે બહેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરેલ પણ બહેન રડતા હોય અને હિન્દી ભાષા બોલતા હોય જેથી મહિલા ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન મા ફોન કરેલ.
જેમાં સજ્જન વ્યક્તિનો ફોન આવતાની સાથે 181 ટીમ સજ્જન વ્યક્તિ એ જણાવેલ સરનામા પર ગયેલ ત્યાં જય ને બહેન ને આશ્વાસન આપેલ અને બહેન નુ કાઉન્સિલિંગ કરેલ અને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરેલ જેમાં મહિલા એ જણાવેલ તેમના લગ્ન સંસાર ને છ વર્ષ થયેલા હોય. સંતાનમાં બે બાળકીઓ છે તેમનું મૂળ વતન બીજા રાજ્યમાં આવેલ છે તે તેમના પતિ સાથે કારખાના મા મજુરી કામ કરવા ના અર્થે આવેલા હોય ચાર વર્ષ થયા મોરબી જિલ્લા મા પતિ અને બાળકીઓ સાથે રહેતા હોય.
મહિલા એ જણાવેલ આજ રોજ તેમણે જમવા માટે રસોઈ બનાવેલ જેમાં પતિ જમવા માટે બેઠા હોય જેમાં પતિ એ કહેલ કે સબજી મા નમક વધારે છે એમ કહી ને મહિલા ને અપશબ્દો બોલેલ અને હાથ ઉપાડેલ હોય જેથી મહિલા તેમના પતિ ને કહ્યા વગર ઘર છોડી ને ઘરે થી નીકળી ગયેલ અને રીક્ષા માં બેસી ને મોરબી આવેલ અને ત્યાં એક મંદિર પાસે બેસી ને રડતા હોવાથી સજ્જન વ્યક્તિ એ 181 મા કોલ કરેલ.
જેથી 181 ટીમ એ બહેન ની સમસ્યા જાણી ને તેમના પતિ ના બહેન પાસે થી નંબર લીધેલ અને ત્રાહિત વ્યક્તિ સાથે મળી ને પતિ ને કોલ કરેલ જેમાં પતિ એ જણાવેલ તેમણે એક કારખાના મા કામ કરતા સહમિત્ર એ જણાવેલ હોય કે મારા પત્ની ઘર છોડી ને જતા રહેલ જેથી હું મારા પત્ની ની શોધ ખોળ કરતો હોય…જેમાં બહેન ના પતિ ને જણાવેલ સરનામે પતિ આવેલ બહેન ના પતિ ને 181 ટીમ એ કાયદાકીય રીતે સમજાવેલ જેમાં બહેન ના પતિ એ જણાવેલ તે આજ પછી તેમના પત્ની પર હાથ નહિ ઉપાળે જેમાં બહેન ને કાયદાકીય માહિતી આપેલ જેમાં બહેન એ જણાવેલ તેમના પતિ સમજી ગયેલા હોવાથી તે તેમની સાથે ઘરે જવા માંગે છે. જેમાં બહેન અને તેમના પતિ એ સજ્જન વ્યક્તિ અને 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ.