મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમ માં જન્મદિવસની ઉજવણી કરી અને સીલિંગ પંખા દાન કરાયા

8 મે 2024 ના રોજ, મુસ્કાન વેલફેર સોસાયટી ના સભ્ય ક્રિષ્નાજી કાબરા એ તેમની પુત્રી નિમાંશી કાબરા ના જન્મદિવસની મોરબીના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ લોકો સાથે ઉજવણી કરી અને વૃદ્ધોને ભોજન કરાવીને તેમના આશીર્વાદ મેળવ્યા.

મુસ્કાન પરિવારે ગરમીથી રાહત આપવા વૃદ્ધાશ્રમમાં 4 સીલિંગ પંખા અર્પણ કર્યા. મુસ્કાન વેલ્ફેર સોસાયટી કે જે નાનામાં નાના સામાજિક કાર્ય સાથે સંકળાયેલી છે, તે લોકોના હોઠ પર સ્મિત લાવવાનું કામ કરતી રહેશે.