વાંકાનેર શ્રી દોશી કોલેજનું ગૌરવ એન.સી.સી.ના કેડેટનું આર્મીમા સિલેક્શન

શ્રી દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી. માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મી ની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી જેમાં એન.સી.સી. કેડેટ સરૈયા લાલાભાઈ જેઠાભાઈ ગામ – કોઠી (વાંકાનેર) જેવો આર્મીનું ગ્રાઉન્ડ, મેડિકલ અને લેખિત પાસ કરીને (AAD) આર્મી એર ડિફેન્સ ની રેજીમેન્ટમાં પસંદગી પામેલ છે તેઓ હાલ ઓડીસા આર્મી ટ્રેનિંગ સેન્ટર મુકામે તાલીમ લઈ રહેલ છે. જેવોએ શ્રી દોશી કોલેજ અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે.

આ અંગે કેડેટ સરૈયા લાલાભાઈ જેઠાભાઈને કેપ્ટન ડૉ. યોગેશ એ. ચાવડાએ માર્ગદર્શન અને યોગ્ય તાલીમ પૂરી પાડેલ છે. જે બદલ એન.સી.સી. કેડેટ સરૈયા લાલાભાઈ જેઠાભાઈ અને કેપ્ટન ડૉ. યોગેશ એ. ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય, અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરી હતી.