મોરબી : સરકારી હાઇસ્કૂલ – ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કૂલના પરિણામમાં સતત વધારો

માત્ર હોશિયાર જ નહીં પરંતુ દરેક કક્ષાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી શિક્ષકોની મહેનત રંગ લાવી. હોશિયાર હોય કે નબળા, બોર્ડ પરીક્ષામાં ભાગ લેનાર વી. સી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓના પરિણામમાં સતત વધારો થતો જોવા મળ્યો છે.

આ વર્ષે માર્ચ-2024 માં લેવાયેલ બોર્ડ પરીક્ષામાં વી. સી. હાઇસ્કૂલનું ધો.12 સાયન્સનું પરિણામ 81.48%, ધો.12 કોમર્સ-આર્ટ્સ વિભાગનું પરિણામ 81.55% તો ધો. 10 માં પણ 55.69% પરિણામ આવ્યું છે. સૌ વિદ્યાર્થીઓને વી.સી. હાઇસ્કૂલના સર્વે સ્ટાફ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

આ સાથે વી. સી. હાઇસ્કૂલમાં ધો.9 ની એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે તથા ધો.11 ના દરેક વિભાગમાં એડમિશનની પ્રક્રિયા તા.13/5/2024 થી શરૂ થનાર હોઈ, વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લેવા માટે વી. સી. હાઇસ્કૂલની મુલાકાત લેવાનું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પડસુંબિયાએ યાદીમાં જણાવેલ છે.