તા.૦૯/૦૫/૨૦૨૪ ના પત્રની વિગતે મચ્છુ-૨ સિંચાઇ યોજનાના ડેમના ગેઇટ રીપેરીંગ તથા બદલવાની કામગીરી માટે મચ્છુ-૨ ડેમમાંથી પાણી સમયસર ખાલી કરી અને ચોમાસા પહેલા મરામતની પ્રક્રિયા પૂર્ણ કરી ડેમને સેફ સ્ટેજે લઇ જવા માટે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી પાણી ખાલી કરવાનું આયોજન હાથ ધરેલ હોય
નીચે મુજબના રસ્તા ઉપર તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા. ૧૫/૦૫/૨૦૨૪ સુધી નીચે જણાવેલ રોડ પર વાહનોની આવન-જાવન પર પ્રતિબંધ ફરમાવેલ છે .
રોડની વિગત : નટરાજ ફાટક/કેસર બાગ થી બેઠાપુલ કોઝવે તરફ પ્રવેશ બંધ અને . શકિતચોક થી બેઠાપુલ કોઝવે તરફ પ્રવેશ બંધ
રોડના પરના વાહનોના પ્રતિબંધના કારણે આવન-જાવન માટે વૈકલ્પિક રસ્તા તરીકે પાડાપુલ (મયુરપુલ)નો ઉપયોગ કરવાનો રહેશે.