મોરબી : આર. ઓ. પટેલ મહિલા કોલેજનું B.Com સેમેસ્ટર – 3નું ઝળહળતું પરિણામ

મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ શિરમોર તથા અગ્રગણ્ય કહી શકાય એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજની Bachelor of Commerce ની સેમેસ્ટર – 3 વિધાર્થિની હુંબલ રાધિકા ભરતભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સ વિદ્યાશાખામાં યુનિર્વિસટી કક્ષાએ બીજો નંબર અને મોરબી જિલ્લામાં પ્રથમ નંબર તથા સવસાણી કૃપાલી સુરેશભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ ત્રીજો અને મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર તથા ગોધાણી જીયા કાંતિભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ આઠમો અને મોરબી જિલ્લામાં તૃતીય નંબર મેળવી કોમર્સ વિદ્યાશાખામાં પોતાના નામનો ડંકો સમગ્ર મોરબી જિલ્લામાં વગાડ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B. Com. Sem. 3 ના ટોપ ટેન સ્ટુડન્ટ્સમાં મોરબી જિલ્લાના કુલ 3 સ્ટુડન્ટ્સનો જ સમાવેશ થયેલ છે જે ત્રણેય સ્ટુડન્ટસ એક જ Smt. R. O. Patel Women’s College ના હોવાથી સંસ્થાના ટ્રસ્ટીગણ તેમજ સામાજિક અગ્રણીઓ તેમજ કોલેજ સ્ટાફ પરિવાર તરફથી ત્રણેય સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓની સરખામણીએ કોમર્સ વિદ્યાશાખામાં સ્ટુડન્ટ્સ સંખ્યા સૌથી વધુ જોવા મળે છે અને આટલી વિશાળ સંખ્યામાં મોરબીની સામાન્ય પરિવારની દીકરીઓએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર પોતાના આપબળે યુનિવર્સિટી કક્ષાએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરવું ખૂબ જ મુશ્કેલ કહી શકાય. સ્ટુડન્ટ્સની આ સિદ્ધિ માટે સ્ટુડન્ટ્સ દ્વારા રેગ્યુલર દાખલાઓની પ્રેક્ટિસ અને એકાગ્ર ચિત્તે વાંચન તથા અધ્યાપકો દ્વારા આપવામાં આવતું પદ્ધતિસરનું ઉંડાણપૂર્વકનું શિક્ષણએ પણ મહત્વનો ભાગ ભજવેલ છે. છેલ્લાં ઘણા વર્ષોથી Smt. R. O. Patel Women’s College ના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી કક્ષાએ તથા સમગ્ર મોરબી જિલ્લાકક્ષાએ ટોપ ટેન હરહંમેશ નંબર મેળવી સંસ્થા તથા કોલેજનું નામ રોશન કરેલ છે.

કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, વાણિજ્ય વિદ્યાશાખાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા સર્વે કોમર્સ અને કમ્પ્યુટર સ્ટાફગણ તરફથી ઉપરોક્ત તમામ વિદ્યાર્થીનીને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.