મોરબી અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા હોય,કોઈનો જન્મ દિવસ હોય, કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય ત્યારે રક્તદાન કરતા હોય છે ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક,મોરબી ખાતે તા.23.05.24 ને ગુરૂવારના રોજ સવારે 8.00 વાગ્યાથી 11.00 વાગ્યા સુધી રાખેલ છે.
રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા,વ્હાલા,સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા પધારવા કુંડારિયા અને ભાટિયા પરિવાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.એમ નવનિતભાઈ કુંડારિયાની યાદીમાં જણાવાયું છે.