ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે વિગતો અપડેટ કરાવવી જરૂરી

ખેડૂતોએ જમીનની વિગતો અપડેટ કરાવવી, બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ તેમજ ઈ-કે.વાય.સી. કરાવવાનું રહેશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત પોતાના પી.એમ. કિસાન એકાઉન્ટમાં ૧.લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવી, ૨.બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ ૩. ઈ-કે.વાય.સી. કરાવવું જરૂરી છે.

જે ખેડૂતોને પી.એમ.કિસાનની સહાય મળતી બંધ થઇ ગઈ હોય તેમણે ઉપર જણાવેલ ત્રણ વિગતો અપડેટેડ છે કે નહિ તે ખેડૂત જાતે પી.એમ.કિસાન વેબસાઈટ પર જઈને ચેક કરાવી શકે અથવા ગ્રામ પંચાયતના વિ.સી.ઇ. મારફત અથવા ગ્રામસેવક મારફત ચેક કરાવી શકે છે.

જો ઉપરોક્ત ત્રણ વિગતની સામે “NO”/”REJECTED” બતાવે તો ૧.લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવા માટે આપની તાલુકા પંચાયતનો સંપર્ક કરવો. ૨.બેંક સાથે આધાર સીડિંગ કરાવવા અને ડી.બી.ટી. ઇનેબલ માટે આપનું બેંક ખાતું હોઈ તે બેંકનો સંપર્ક કરી શકો અથવા આપની નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફીસ) નો સંપર્ક કરીને આધાર લીંક બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. ૩.ઇ- કે.વાય.સી. કરાવવા માટે આપના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવો અથવા આપના ગામના વિ.સી.ઇ.નો સંપર્ક કરીને કરી શકો.

આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે. વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ અથવા તાલુકા પંચાયત ખાતે ગ્રામ સેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.