સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.બી.એ.સેમેસ્ટર-6 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નવયુગ બી.બી.એ કોલેજનું ધમાકેદાર પરિણામ આવ્યું હતું.
નવયુગ બી.બી.એ કોલેજની વિદ્યાર્થીની અરણિયા કૃપાલી 79.71% સાથે કોલેજમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બીજા નંબરે પાંચોટીયા પ્રિયાંશી 77.14% અને ત્રીજા નંબરે ભાલોડીયા મનસ્વી 76.71% માર્ક્સ મેળવી બી.બી.એ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જિલ્લા કક્ષાએ મેનેજમેન્ટ કોલેજ નો દબદબો જાળવી રાખી કોલેજ નું ગૌરવ વધાર્યું છે.
તમામ વિદ્યાર્થીને સંસ્થાનાં પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ કોલેજ ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.