મોરબી: લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબીના રોહિદાસપરામાં નિ:શુલ્ક મેડીકલ કેમ્પ તેમજ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો.ધર્મેશ ઝાલાધરા તથા મેડિસીની વિભાગના ડો.ઉમેશ ગોધવીયા, બાળકોના વિભાગના ડો.અક્ષય જાકાસણીયા નિ:શુલ્ક સેવા આપી હતી.
આ કેમ્પમાં 90 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ 250 થી વધુ વૃક્ષોના રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.