લીલાપર આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ

સમગ્ર વિશ્વ માં દર વર્ષે 31 ની મે ના રોજ World No Tobacco Day તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો કવિતા દવે અને જિલ્લા એપેદેમિક મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયાની સૂચનાથી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ના મેડિકલ ઓફિસર ડો. હિરલ સનારીયા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર લીલાપર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી કરવામાં આવેલ હતી..

જે અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે લઘુ શિબીર નું આયોજન કરી લોકો ને તમાકુ ના સેવન થી થતી તકલીફો અને રોગો વિશે વિસ્તૃત સમજણ આપેલ હતી..

તેમજ તમાકુ ને લીધે થતા કેન્સર ની ગંભીર બીમારી વિશે લોકો ને જાગૃત કરવામાં આવેલ હતા, અને તમાકુ નું સેવન ન કરવા અને પોતાના પરિવારજનો ને પણ તમાકુ નું સેવન ન કરવા દેવા અંગે ના સપથ લેવડાવવા માં આવેલ હતા..

આ તકે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. હિરલ ઓઝા તેમજ સ્ત્રી આરોગ્ય કાર્યકર પૂનમબેન અપારનાથી, પુરુષ આરોગ્ય કાર્યકર અર્જુન પરમાર તેમજ લીલાપર ગામ ની આશા બહેનો દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી માં ભારે જહેમત ઉઠાવી લોક જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવેલ હતા.