મૂળ ગામ થોરીયારી હાલ મોરબી ભગવાનજીભાઈ વાઘજીભાઈ પંચાસરા (ઉ.વ.૭૧) (શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીના ઉપપ્રમુખ) તે સ્વ. વાઘજીભાઈ ધનજીભાઈ પંચાસરાના પુત્ર તેમજ સ્વ. કાન્તીભાઈ, સ્વ. ગોવિંદભાઈ, સ્વ. જયંતીભાઈ, દામજીભાઈ, કેશવજીભાઇ, સ્વ. લીલાવંતીબેન બાબુલાલ બકરાણીયા, ઇન્દુબેન દયાળજીભાઈ અઘેરા, જશુબેન છોટાલાલ તલસાણીયના ભાઈ તેમજ સ્વ. બીનાબેન અને સ્વ. રંજનબેન ભગવાનજીભાઈ પંચાસરાના પતિ તથા પીયુષભાઈ (પીન્ટુભાઈ) અને કોમલબેન વિશાલકુમાર જાદવાણીના પિતા તેમજ આરતીબેન પીયુષભાઈ પંચાસરાના સસરા તેમજ દર્શિત અને પ્રિસાના દાદા તેમજ સ્વ. મનસુખભાઈ છગનભાઈ બકરાણીયાના જમાઈ તથા જગદીશભાઈ, અતુલભાઈ અને હિતેશભાઈના બનેવી તથા સ્વ. હરગોવિંદદાસ લક્ષ્મણદાસ સિદ્ધપુરાના જમાઈ અને રાજુભાઈ તેમજ અરવિંદભાઈના બનેવી તા. ૦૫ ને બુધવારે શ્રી વિશ્વકર્મા ચરણ પામેલ છે
સદગતનું બેસણું તા. ૦૭ ને શુક્રવારે સાંજે ૦૪ : ૩૦ થી ૬ કલાકે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ વાડી યુનિટ નં ૦૧, ઘંટિયાપા, ભવાની ચોક પાસે મોરબી ખાતે રાખેલ છે સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે



