પુત્રના ઘરે પુત્રનો જન્મ થતા દાદા બનવાની ખુશીમાં રણછોડભાઈ ઓડિયા દ્વારા ગોત્રીજ વિધિમાં ત્રીસ જેટલા સેવાભાવીઓનું સન્માન કરાયું, સન્માન સમારોહનો શુભારંભ વૈજ્ઞાનિક રીતે દિપ પ્રજ્વલન દ્વારા કરવામાં આવ્યો, સન્માન સમારોહમાં નાના બાળકોની હથેળીમાં દિપ પ્રજ્વલિત કરી આરતી ઉતારવામાં આવી
મોરબીની ભૂમિ એ દિલેર દાતાઓની અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમતી ભૂમિ છે,અહીંના લોકો કઈંક ને કંઈક નવું કાર્ય,લોકોપયોગી કાર્ય કરીને માનવ જીવનને સાર્થક કરવાનો યત્ન કરતા હોય છે,ત્યારે મહેન્દ્રનગર ગામે રહેતા રણછોડભાઈ ઓડિયા કે જેઓ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે,એમના પુત્ર સંદીપ ઓડીયાના ઘરે પુત્ર રત્નની પધરામણી થતાં એની ખુશીમાં દાદા રણછોડભાઈ ઓડિયાએ મહેન્દ્રનગર ગામમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ જેમ કે અંતિમ યાત્રા માટે શબ વાહીનીમાં સેવા આપતા મુકેશભાઈ કાવર, દશરથભાઈ કાવર તેમજ અબોલ જીવો માટે લાડવા-લાપસી બનાવનાર કેશુભાઈ વિઠ્ઠલાપરા, જગજીવનભાઈ ફુલતરિયા, મગનભાઈ કણજારીયા, નાનજીભાઈ મેરજા તેમજ મોક્ષધામ તેમજ રામવાડીમાં સેવા આપતા કર્મવિરો કાંતિલાલ પાડલિયા,પ્રભુભાઈ ફુલતરિયા, લક્ષ્મણભાઈ કાવર, ધરમશીભાઈ કાવર,વિરજીભાઈ કાવર, નિલેશભાઈ ધોરીયાણી, રામજીભાઈ બોપલીયા, વલમજીભાઈ અંબાણી, સતિષભાઈ ઈશ્વરભાઈ, વિઠ્ઠલભાઈ મેરજા, દેવજીભાઈ ઝાલરીયા, ધીરુભાઈ જગોદરા, દિલીપભાઈ કાલરીયા, દિપકભાઈ ગામી,રાઘવજીભાઈ ગાંડુંભાઈ, ભાણજીભાઈ ધોરીયાણી, તેમજ મહેન્દ્રનગરની જુદી જુદી સોસાયટીમાંથી રોટલા-રોટલી એકત્ર કરી ઓટોરીક્ષામાં ડોલો ભરી ગૌશાળામાં ગૌમાતાને પ્રસાદ આપવાનું સેવાકાર્ય કરતા રણછોડભાઈ ઓડિયા, મનસુખભાઈ ચારોલા, જયંતિભાઈ,ઘનશ્યામભાઈ માલાસણા વગેરે સાડત્રીસ જેટલા કર્મવિરોનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી આઠસો જેટલા લોકોની ઉપસ્થિતમાં મહેન્દ્રનગર ખાતે રામવાડીમાં સન્માન સમારોહ અને ભોજન સમારોહ યોજાયો હતો
આ તકે સિદ્ધાર્થ દેગામી પ્રમુખ સત્ય શોધક સભા-સુરતે ઉપસ્થિત રહી દોરા-ધાગાનું કામ કરતા અંધશ્રદ્ધા ફેલાવતાં લોકો જેવા કે દિવા પ્રગટાવવા,અગ્નિ પ્રજ્વલિત કરવો, કંકુ ઉતપન્ન કરવો વગેરે પ્રયોગો ગ્લિસરીન,પોટેશિયમ પરમેગેનેટનો ઉપયોગ કરી પ્રયોગો કર્યા, હાથમાં દિવો પેટાવવો વગેરે પ્રયોગો કરી અંધશ્રદ્ધા દૂર થાય એવા પ્રયત્નો કર્યા, ઉપસ્થિત સૌ લોકોએ તેમજ મહેન્દ્રસિંહ ઝાલા પૂર્વ સરપંચ રંગપરે આ કર્મવિરોની સેવાને વંદન સહ અભિનંદન પાઠવીને એમની અમૂલ્ય સેવાને વખાણી અને વધાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને સફળ સંચાલન કરતા દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીએ ઓડિયા પરિવારની આ અનોખી પહેલને ગૌરવશાળી ગણાવી હતી.