લાયન્સ ક્લબ ઓફ ભારત મોરબી દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈ યોજાઈ

પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લાઇનસ ક્લબ ઓફ ભારત મોરબી દ્વારા તારીખ 10 6 સોમવારના રોજ વેસ્ટ માંથી બેસ્ટ હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો બધા બહેનોએ ખુબ સરસ વસ્તુઓ બનાવી હતી

આ કાર્યક્રમમાં જજ તરીકે પ્રફુલાબેન કોટેચા અને નિમિષાબેન ખન્નાએ સેવા આપી હતી આ કાર્યક્રમમાં વિજેતા થયેલા બહેનોને શિલ્ડ અને ઇનામો નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તરફથી આપવામાં આવ્યા હતા. આ સાથે ભાગ લેનાર દરેક સ્પર્ધકને ક્લબ દ્વારા સર્ટિફિકેટ અને ગિફ્ટ વાઉચર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં મેમ્બરોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સર્વેનો ખુબ ખુબ આભાર માન્યો હતો