હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સર નાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો 

મોરબી જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સર નાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવેલ.

ઉપરોક્ત કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૨૫૩ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, જેમાં ઓરલ કેન્સર અંગેની કુલ ૧૨૮ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ ૭૪ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, અને સર્વાઈકલ કેન્સર નાં કુલ ૫૧ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ

આમ ઉપરોક્ત સ્ક્રીનીંગ માંથી ઓરલ કેન્સર નાં ૨૪, બ્રેસ્ટ કેન્સર નાં ૧૫, અને સર્વાઈકલ કેન્સર નાં ૩૦ દર્દીઓને રીફર કરવામાં આવેલ., આ કેમ્પને સફળ બનાવવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર હળવદ, એન.ટી.સી.પી.સોશ્યલ વર્કર, હળવદ તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.