મોરબી જીલ્લા પોલીસ વડા શ્રી રાહુલ ત્રિપાઠી ના વરદ્ હસ્તે OSEM CBSE ખાતે હાઈબ્રીડ લર્નિંગ નો શુભારંભ.
પાઈલટ પ્રોજેક્ટ માટે સમગ્ર દેશ ના ૭૬૬ જીલ્લા માં કુલ ૮૪૦ સ્કુલ ની પસંદગી માં મોરબી જીલ્લા ની એકમાત્ર સ્કુલ ની OSEM CBSE ની પસંદગી.
તાજેતર માં CBSE બોર્ડ દ્વારા Hybrid learning-Advanced learning program જાહેર કરવા માં આવ્યો છે, જે અંતર્ગત સમગ્ર દેશ ના ૭૬૬ જીલ્લાઓ માંથી કુલ ૮૪૦ શાળાઓની બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જીલ્લા માંથી OSEM C.B.S.E. સ્કુલે હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી પામી સમગ્ર મોરબી જીલ્લા નું ગૌરવ વધાર્યુ છે.
મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM C.B.S.E. ખાતે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી (S.P.-Morbi), શિક્ષણ વિભાગ ના AEI ફાલ્ગુનીબેન ગોસ્વામી ના વરદ્ હસ્તે હાઈબ્રીડ લર્નિંગ ના પાઈલટ પ્રોજેક્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સમગ્ર દેશ ની ૮૪૦ શાળાઓમાં પસંદગી પામવા બદલ OSEM C.B.S.E. ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા સર, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે CBSE બોર્ડ દ્વારા પાઈલટ પ્રોજેક્ટ માટે Army schools, Aditya Birla Schools , GD Goenka જેવી વિશ્વ વિખ્યાત શાળા ની પસંદગી કરવામાં આવી છે તેમાં મોરબી જીલ્લા ની OSEM C.B.S.E. ની પસંદગી થતા મોરબી ની શાળાએ સમગ્ર મોરબી જીલ્લા નું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યુ છે.