મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં યોગ દિવસનું આયોજન

યોગ જીવનનું અમૂલ્ય અંગ છે યોગ સાધનાથી જીવન આનંદમય અને તંદુરસ્ત રહે છે. યોગ ભગાવે રોગ એ સાથે રોગ મુક્ત જીવનને સાર્થક કરે છે. પરંતુ સમગ્ર વિશ્વ પણ યોગ તરફ વળે તે માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ સ્થળોએ લોકો એક સાથે ૨૧ મી જૂનનાં રોજ યોગ કરી વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે ત્યારે આગામી ૨૧ જૂના રોજ મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકામાં યોગ દિવસનું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકામાં શાનદાર રીતે યોગ દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી અંતર્ગત ટંકારામાં તાલુકાના આર્ય વિદ્યાલય, હળવદમાં  સંસ્કાર વિદ્યાલય, માળિયામાં સત્યસાઈ હાઇસ્કુલ અને વાંકાનેરમાં શાખા ગ્રાઉન્ડ અને નગરપાલિકા ટાઉન હોલ ખાતે  યોગ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનમાં સૌ યોગ પ્રેમીઓ લોકો આમાં જોડાઈ અને યોગ દિવસનાં આયોજનને સફળ બનાવવા માટે તમામ લોકો પોતાના નજીકના સ્થળ પર યોગ દિવસના આયોજનમાં સહભાગી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે