મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી તારીખ 21 જૂન ના રોજ રવાપર રોડ પર આવેલ નીલકંઠ સ્કૂલ માં કરાઈ હતી . બાળકો દ્વારા સંચાલિત આ ઇન્ડિયન લીયો ક્લબ દ્વારા બેસ્ટ યોગાસન ની કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં નીલકંઠ સ્કૂલના બાળકોએ હોશ ભેર ભાગ લીધો હતો.

વિજેતા બાળકોને ઇન્ડિયન લિયો ક્લબ તરફથી મેડલ આપવામાં આવ્યા હતા તેમજ તમામ ભાગ લેનાર સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન લિયો ક્લબ વિશે માહિતી આપતા પ્રેસિડેન્ટ એન્જલ બા ઝાલાએ બાળકોને ક્લબની પ્રવૃત્તિઓ તેમજ જીવનમાં યોગના મહત્વ વિશે સુંદર જાણકારી આપી હતી .

આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે યોગા ટીચર પારૂલબેન પટેલ એ સહયોગ આપ્યો હતો તેમ જ તેમણે બાળકોને રોજ નિયમિત ધ્યાન તેમજ યોગા કરીશું તેવા શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમના અંતમાં સેક્રેટરી શ્રેયા ઘોડાસરા એ નીલકંઠ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી જીત વડસોલાસર, એકતા મેડમ, નિર્ણાયક પારુલ મેડમ, લીઓ ક્લબના પ્રણેતા પ્રીતિબેન દેસાઈ, બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પધારેલા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના હોદ્દેદારો મયુરીબેન, હીનાબેન, સાધનાબેન, શોભના બા તેમજ સમગ્ર નીલકંઠ સ્કૂલ ના સ્ટાફ અને બાળકોનો કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર માન્યો હતો. કાર્યક્રમમાં વાઈસ પ્રેસિડેન્ટ શ્રેયા પંડ્યા તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર નિત્યા ઘોડાસરાએ પણ સાથ સહકાર આપ્યો હતો.