મોરબીમાં ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ પરિવાર દ્વારા નિયમિત રીતે દર ત્રણ મહિને SSY ની ચૌદ દિવસીય યોગ શિબિર થતી હોય છે જેમાં સાધકો યોગ અને પ્રાણાયામ દ્વારા તન મનની તાજગી પ્રાપ્ત કરતા હોય છે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે
ત્યારે મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે પરમ પૂજ્ય સદગુરૂવર્ય પ્રેમપ્રકાશ દાસજીની પ્રેરણાથી શાસ્ત્રી સ્વામી શ્રી જગત પ્રસાદ દાસજી પૂજ્ય પુરાણી દિવ્યપ્રકાશ સ્વામીજીની સાનિધ્યમાં અને રમેશભાઈ પટેલની ઉપસ્થિતમાં SSY સિદ્ધ સમાધી યોગ પરિવારના સાધકો અને હરિભક્તોએ ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સુક્ષમ યોગિક ક્રિયાઓ તેમજ કપાલ ભાંતી, ભસ્ત્રીકા, અનુલોમ વિલોમ,વગેરે પ્રાણાયામ તેમજ ધ્યાન કરીને દશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.