ભ્રષ્ટાચાર : મોરબીના હાઇવેથી પીલુડી બની રહેલ રોડ પર ગાબડું, નાલું બન્યાના 10 દિવસમાં માં તૂટી ગયું

મોરબીના નેશનલ હાઇવેથી પીલુડી(વાઘપર) અંદાજે ચાર કિમિનો રોડ બની રહ્યો છે. આ રોડ ની હાઇવેથી શરૂઆતમાં જ એક નાનું પુલીયું 10 દિવસ પહેલા જ બનાવવામાં આવ્યું હતું, આ બન્યાના 10 દિવસમાં તૂટી ગયું છે .

ત્યારે આ નાલા બનાવવામાં સાવ હલકી ગુણવત્તા વારા મટીરીયલનો ઉપયોગ થયો હોય એવું ગ્રામજનો જણાવી રહ્યા છે . ત્યારે આ બનતો રોડ કેટલા દિવસ ટકશે તે પણ એક સવાલ છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાએ ત્યાં મુલાકાત કરી અને યોગ્ય કામગીરી કરવાનું જણાવ્યું હતું . તેના થોડા દિવસમાં જ આ નાલું તૂટી જતા અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.