આજે ૨૩જુન રવિવાર એટલે કે પોલિયો રવિવાર આજના દિવસે સમગ્ર દેશ માં પલ્સ પોલિયો ની કામગીરી કરવા માં આવી રહી છે ત્યારે પ્રા. આ. કે. લાલપર દ્વારા પલ્સ પોલિયો કામગીરી હાથ ધરવા માં આવી હતી.
પ્રા.આ.કેન્દ્ર લાલપર ખાતે પોલિયો રવિવાર નું ઉદ્ઘાટન મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, લાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઈ વાંસદડિયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા દ્વારા કરવા માં આવ્યું હતું. આ સાથે પ્રા. આ. કે. લાલપર ના આયુષ મેડિકલ ઓફિસર ડો. જયેશ રામાવત ના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, દિલીપભાઈ દલસાણીયા, અમિતાબેન મૂછડીયા કુલ ૧૬ બુથ પર પોલિયો કામગીરી કરવા માં આવેલ હતી.
વિશેષ માહિતી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો.
પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની દવા આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દવા બાળકોને જ કેમ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોલિયો હજુ પણ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. ભારતને 2012 થી પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું છે પરંતુ પાકિસ્તાન અને કેટલાક દેશો છે જ્યાં આ વાયરસ સક્રિય છે. આ જ કારણ છે કે 27 ફેબ્રુઆરી, 2022ના રોજ બાળકોને પોલિયોની દવા પીવડાવવામાં આવી રહી છે. 27 ફેબ્રુઆરી 2022 એટલે કે રવિવારના રોજ, પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાન (Pulse polio programme) શરૂ કરવામાં આવ્યું હતું. 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી દેશભરમાં 5 વર્ષની વયના બાળકોને પોલિયોની દવા પીવડાવવામાં આવશે.
ભારતમાં ક્યારે થઈ શરૂઆત : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયોના અંત સુધી દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓરલ પોલિયો રસી (OPV)ના બે ડોઝ આપવામાં આવે છે.
શું છે રસીનું મહત્વ ? : પોલિયો એક ભયંકર બીમારી છે, જેનો ચેપ લાગે તો લકવો પણ થઈ શકે છે. આ મોટે ભાગે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને થાય છે, તેથી બાળકોને સમયસર તમામ રસી આપવી ખૂબ જ જરૂરી છે. આ દિવસે માતાપિતા કે જેઓ તેમના બાળકોને સમયસર રસી આપે છે અને તમામ આરોગ્ય સંભાળ કાર્યકરોની પ્રશંસા કરવામાં આવે છે. 2014માં ભારત પોલિયો મુક્ત દેશ બન્યો હતો.
પોલીયો શું છે? : પોલીયોને પોલીયોમાઈલાઈટીસના નામે ઓળખવામાં આવે છે. જે પોલીયો વાયરસના સંક્રમણના કારણે થાય છે, જે કરોડરજ્જુની ચેતાને અસર કરે છે. આનાથી લકવો થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે. ક્લેવરલેન્ડ ક્લિનિક અનુસાર, પોલિયો વાયરસ પહેલા તમારા ગળામાં અને પછી તમારા આંતરડાને સંક્રમિત કરે છે. જેના કારણે ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. આ પછી ચેપ તમારા મગજ અને કરોડરજ્જુને લાગે છે. આ એક ચેપી રોગ છે, જે એક વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાઈ શકે છે.
પોલીયો કેવી રીતે ફેલાય છે?
– ગંદુ પાણી પીવું કે તેમાં ભોજન બનાવવું
– ટોયલેટ જઈને સરખા હાથ ન ધોવા
– સંક્રમિત વ્યક્તિના થૂંક, લાળ લે મળના સંપર્કમાં આવવું
– ગંદા પાણીમાં સ્વિમિંગ કરવું
– ગંધુ ભોજન જમવાથી
પોલીયોના લક્ષણ શું છે?
તાવ, સુકુ ગળું, માથામાં દુખાવો, પેટનો દુખાવો, ઝાડા-ઉલટી, થાક, માંસપેશીઓમાં જકડન, હાથ કે પગને હલાવવામાં તકલીફ, લકવા જેવા લક્ષણો જોવા મળે છે.
શું છે બચવાના રસ્તા? : પોલીયોથી બચવાનો એકમાત્ર ઉપાય તેની વેક્સીન છે. ભારતમાં ઓરલ પોલીયો વેક્સીન આપવામાં આવે છે. દરેક 5 વર્ષથી નાના બાળકોને પોલીયો ડ્રોપ્સ પીવડાવવામાં આવે છે.