મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણુંક કરાશે

અરજીપત્રક નમૂનો https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી મેળવી શકાશે

મોરબી કલેક્ટર કચેરી ખાતે ૧૧(અગિયાર) માસ માટે કરાર આધારિત કાયદા સલાહકારની ૧ (એક) જગ્યા (પગાર રૂ. ૬૦,૦૦૦/-ફિક્સ પ્રતિ માસ) ઊભી કરવામાં આવેલ જગ્યાની મુદત ૦૧-૦૩-૨૦૨૪ થી વધુ ૧૧ માસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે

આ કરાર આધારિત નિમણુંક પર સરકારશ્રી દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણુંક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જેમાં અરજદારની ઉંમર નિયત કરેલ તારીખના રોજ ૫૦ (પચાસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ અંગેનો અરજીપત્રક નમૂનો, લાયકાત તથા અનુભવ અંગે મહેસૂલ વિભાગના તા. ૦૬-૦૩-૨૦૧૨ ના ઠરાવથી નક્કી કરેલ પરિશિષ્ટ-૧, પરિશિષ્ટ-૨, તથા પરિશિષ્ટ- 3 કલેક્ટર કચેરી મોરબીની વેબસાઈટ https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે.

રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે તૈયાર કરેલ પસંદગી યાદી મુજબના ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું ઠરાવમાં દર્શાવેલ પરિશિષ્ટ-૩ (ડી) ની જોગવાઈ મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજદારે સંપૂર્ણ વિગત ભરેલી અરજી સાથે લાયકાત તથા અનુભવના આધારોની પ્રમાણિત નકલો ઉપરાંત ફી પેટે કલેકટર, મોરબીના નામનો રૂ. ૧૦૦ નો ડિમાન્ડ ડ્રાફ્ટ(નોન રિફન્ડેબલ) રજૂ કરવાનો રહેશે. અરજી સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-૩૬૩૬૪૨ ની રજીસ્ટ્રી શાખામાં તારીખ ૧૦-૦૭-૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એડી. અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે.

અધુરી વિગત વાળી તેમજ સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવાશે નહીં, સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી માટે કલેક્ટર કચેરીની મેજીસ્ટ્રીયલ શાખાનો સંપર્ક કરવા મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીની અખબારી યાદીમાં જણાવાયું છે