મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નો પ્રદેશ અભ્યાસ વર્ગ 18 થી 21 જુન પોરબંદર ખાતે યોજાયો.જેમાં વર્ષ 2024-25 નવનિયુકત જીલ્લા સંયોજક અને વિભાગ સંયોજક ધોષણા કરવામાં આવી જેમાં મોરબી શાખા ના કાર્યકર્તા મનદિપસિંહ ઝાલા ને પુનઃ રાજકોટ વિભાગ સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી આપ પુર્વ માં મોરબી સહમંત્રી, મોરબી નગરમંત્રી, મોરબી જીલ્લા સંયોજક, બોટાદ જિલ્લાના સંગઠનમંત્રી, રાજકોટ જિલ્લા સંગઠનમંત્રી જેવીવિવિધ જવાબદારીઓ વહન કરેલ છે.

મોરબી જિલ્લા પ્રમુખ તરીકે સંજયભાઈ વીરડીયા પુનઃમોરબી જીલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી આપ પુર્વ મોરબી નગર અધ્યક્ષ જેવી વિવિધ જવાબદારીઓ વહન કરે છે.

મોરબી જીલ્લા સંયોજક તરીકે રાજદિપસિંહ જાડેજા નિમણૂક કરવામાં આવી આપ પુર્વ માં કેમ્પસ મંત્રી, હોસ્ટેલ સંયોજક, નગર સહમંત્રી, નગર મંત્રી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરે છે. જવાબદારી નિમણૂક થતાં ABVP મોરબી પરિવાર અભિનંદન પાઠવે છે.