મોરબી : કપોરીવાડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવમાં ૯૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

મોરબી : મોરબી શહેરમાં આવેલી કપોરીવાડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાલ વાટિકા તેમજ પહેલા ધોરણમાં કુલ ૯૭ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો.

આ કાર્યક્રમમા ધોરણ 3 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. સાથે જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના અને NMMS પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ ત્રણ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાની બાળાઓ દ્વારા સુંદર નૃત્ય સાથે પ્રાર્થના ગીત રજુ કરવામાં આવ્યું હતું,
શાળામાં જુદી જુદી રીતે પોતાનું પ્રદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મલાભાઇ કંઝારીયા, બળદેવભાઈ નકુમ, ગોકળભાઈ ડાભી, ધનજીભાઈ કાલરીયા વગેરે દાતાઓનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી પ્રાંત અધિકારી સાહેબ શ્રી સુશીલભાઈ પરમાર તેમજ ઉમેશભાઈ પટેલ સી.આર.સી.કો-ઓર્ડીનેટર હાજર રહ્યા હતા. તેમના હસ્તે બાલવાટિકાના 39 તેમજ પહેલા ધોરણના 58 કુલ 97 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો હતો, આભાર વિધિ શાળાના આચાર્ય સુનિલભાઈ જોશીએ કરી હતી.