માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખની દીકરીનું પ્રેરણાદાયક કાર્ય

માળિયા તાલુકા ના મોટા દહિસરા ગામે શાળા પ્રવેશઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ ની દીકરી મિતલબેન રમેશભાઈ હુંબલએ મોટા દહિસરા કુમાર તાલુકા શાળા માં શિક્ષક ની ઘટ હોવાથી ત્રણ માસ વિધાર્થીનો અભ્યાસ ના બગડે એ હેતુ થી નિશુલ્ક સેવા આપી હતી.

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન નથુભાઈ કડીવાર દ્વારા મિતલબેન નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું