વઘાસિયા ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

આજ તારીખ 27/6 ના રોજ વઘાસિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન થયેલ હતું જેમાં નાના નાના ભૂલકાઓને આવકારવા માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, માજી. નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, તાલુકા વિકાસ અધિકારી કો. કોંઢીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વોરા, બી.આર.સી કો ઓર્ડીનેટર મયુરસિંહ પરમાર તથા એસએમસી અધ્યક્ષ ભગીરથસિંહ ઝાલા, ગ્રામજનો તથા ગ્રામ આગેવાનો, બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તરફથી બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરવામાં આવી હતી તથા શાળાની બાળાઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલ હતા., શાળાના આચાર્ય અલ્પેશ દેશાણીએ અત્યાર સુધીની શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ તથા આગામી પાંચ વર્ષમાં શાળાને ઉચ્ચતમ સ્તરે લઈ જવાના આયોજનની વાત કરી હતી., આ દરમિયાન ગત વર્ષના યુનિફોર્મના દાતા એવા જીવાભાઈ ભોરણીયાનું સન્માન કરવામાં આવેલ હતું

શ્રી જીતુભાઈ સોમાણીએ તેમના વક્તવ્યમાં કહ્યું કે સાચા ગુરુ એવા હોય જે ફક્ત પુસ્તકનું જ્ઞાન નહીં પણ જે લાગણીથી અને ભવિષ્યનો વિચાર કરી અને શિક્ષણ આપે તે સાચો શિક્ષક હોય છે આવા શિક્ષકો મને અહીં વઘાસિયા પ્રાથમિક શાળામાં જોવા મળ્યા છે. ગ્રામજનોએ આવા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ ઉપરાંત તેઓએ વિવિધ સરકારી શૈક્ષણિક યોજનાઓની વાત કરી હતી.

શાળાના નવા ભવ્ય બિલ્ડીંગ માટે સાથ સહકાર આપવાની તેમજ સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ શાળા બંને તેવી શુભેચ્છા પાઠવી હતી., તો ગામના સરપંચ એવા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ગામની વિવિધ સરકારી સંસ્થાઓ દવાખાનુ, ગ્રામ પંચાયત, તેમજ ગામના વિકાસ કાર્યો ની મુલાકાત કરાવી હતી.

વિવિધ ઇનામ વિતરણ તથા તેજસ્વી તારલા સન્માન આંગણવાડી બાળકોનું સન્માન અને વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ શાળા પ્રવેશોત્સવ આનંદથી ભરપૂર રહ્યો હતો, જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ ઉદઘાટન તેમજ કોમ્પ્યુટર લેબ નું ઉદઘાટન કરવામાં આવેલ હતું. શિક્ષક નરેશભાઈ જગોદણાએ આભાર વિધિ સહ સમાપન કરેલ.