ટંકારા ITI ખાતે લર્નિંગ લાયસન્સની કામગીરી તા.૨૯ જૂન દરમિયાન બંધ રહેશે

ટંકારા આઈ.ટી.આઈ ખાતે ચાલતી લર્નિંગ લાયસન્સની કામગીરી તા.૨૯ જૂન દરમિયાન બંધ રહેશે જેથી લર્નિગ લાયન્સ પરીક્ષા માટે એપોઇન્ટમેન્ટ મોરબી આર.ટી.ઓ કચેરી તરફથી રી શેડ્યુઅલ કરવામાં આવેલ છે.

ટંકારા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૬ ના રોજ બપોર ૨ કલાકે વરસાદી વીજળી પડતા આઈ.ટી.આઈની અંદર રહેલ GSWAN કનેક્ટિવિટી માટે POE ADAPTER અને તેને સલગ્ન ઈન્ટરનેટ સ્વીચ બળી ગયેલ હતી જેથી GSWAN ઓનલાઈન પોર્ટ ગાંધીનગરને ટેલીફોનીક ટંકારા આઈ.ટી.આઈ દ્વારા જાણ કરવામાં આવતા વેન્ડર દ્વારા આ POE ADAPTER એડેપ્ટર આઈ.ટી.આઈ માં સપ્લાઈ આપવા માટે અંદાજીત બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગી શકે તેમ હોય જેથી તા. ૨૭ થી ૨૯ દરમિયાન આઈ.ટી.આઈ ટંકારા ખાતે ચાલતી લર્નિંગ લાયસન્સની કામગીરી બંધ રહેશે.

જે અરજદારો દ્વારા તા.૨૯ જૂન દરમિયાન લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટેની એપોઇમન્ટ લીધેલ હોય તેમની એપોઇમેન્ટ આર.ટી.ઓ કચેરી મોરબી દ્વારા રી શેડ્યુઅલ કરવામાં આવેલ છે જેથી બહારગામના અરજદારોને હાલાકી ના પડે તે માટે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થતા જાણ કરવામાં આવશે તેમ આઇ.ટી.આઇ ટંકારાની યાદીમાં જણાવ્યું છે.