શ્રી તરઘરી પ્રાથમિક શાળા દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો

શ્રી તરઘરી પ્રાથમિક શાળા દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ-1 માં બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો

ત્યારે ગામના સરપંચ સાગરભાઇ ફુલતરીયા તરફથી તરઘરી પ્રાથમિક શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ અન્વયે તમામ અધિકારી અને પદાધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને અંતમાં દરેક વિદ્યાર્થીઓને વાલીઓને એક એક વૃક્ષ રોપા નું વિતરણ કરવામાં આવ્યું અને દરેકે એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી ગ્રામ પંચાયત તરઘરી તથા શાળા આચાર્ય દ્વારા આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં તરઘરી ગામના સરપંચ સાગરભાઇ ફુલતરીયા, ઇમરાનભાઈ શાહમદાર તથા અન્ય પંચાયત સભ્યઓ તથા જિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ ચૌહાણ, મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના કો-ઓપરેટિવ સભ્ય જેસંગભાઈ હુંબલ, આચાર્ય મનોજભાઈ પટેલ, લાઇઝેનિંગ અધીકારી મહેશભાઈ ચૌહાણ, તથા તલાટી મંત્રી મિહિરભાઈ ડાંગર, SMC સમિતિના સભ્યઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા