સરકારની કૃષિ વિમાન યોજના હેઠળ ખેડૂતો ખેતરમાં ડ્રોનથી દવા છંટકાવ કરાવી શકશે; ૩ જુલાઈથી અરજી પ્રક્રિયા શરૂ

ખેડૂતોએ અધતન ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવની યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી

આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી ૦૩ જુલાઇ ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકારશ્રી દ્વારા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે આ પોર્ટ વર્ષ ૨૦૨૪-૨૫ માં કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ ૦૩ જુલાઇ ૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.