મોરબી જીલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિવસ પ્રસંગે યુવા ટીમ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા ના જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપ ની ટીમ દ્વારા સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેસન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે. એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા સહિત મોરબી જિલ્લા ભાજપ શહેર ભાજપ તાલુકા ભાજપ ના હોદેદારો સહિત સમગ્ર આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.