મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 7- જુલાઈ ને રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની સારવાર કરવામાં આવશે.
આ કેમ્પમાં મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. ઈશ્વરભાઈ મોટકા (પટેલ) તેમજ હરીશભાઈ રાજા નાં જન્મ દિવસ નિમિતે જલારામ મંદિરે પણ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ વાગ્યા સુધી ઇશ્વર ભાઈ દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે