મચ્છુ – ૨ ડેમની મુલાકાત લઇ નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા જળસંપતિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મોરબીમાં લીલાપર નજીક આવેલા મચ્છુ – ૨ ડેમની મુલાકાત લઇ ડેમનું નિરીક્ષણ કર્યું હતું. મચ્છુ – ૨ ડેમના પાંચ દરવાજા હાલ જ રિપેર કરવામાં આવ્યા છે ત્યારે મંત્રીએ આ દરવાજાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત મચ્છુ – ૨ ડેમ આધારિત મોરબી જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓની પણ મંત્રીએ નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા.

આ મુલાકાત વેળાએ મંત્રી સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ચેમ્બર ઓફ કોમર્સ મોરબીના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન -૩ ના મુખ્ય ઈજનેર આર.એમ. મહેરિયા અને મોરબી જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણી સહિત મોરબી જિલ્લા સિંચાઈ વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.