ભારતી વિધાલય શાળામાં IDFC FIRST BANK દ્વારા ટ્રાફિકના નિયમોની માહિતી આપાઈ

મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં IDFC FIRST BANK – લાલપર બ્રાન્ચ દ્વારા વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો અને સિગ્નલો અંગેની વિગતે માહિતી આપવાનો સેમિનાર યોજાવામાં આવ્યો.જેમાં બ્રાન્ચ મેનેજર અને તેમની ટીમે ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રસ્તા પર લગાડવામાં આવતા ચિહ્નોનું ચોક્કસ પણે પાલન કરવાની સમજૂતી અપાઈ અને શાળાના વિધાર્થીઓએ ટ્રાફિકના નિયમોનું પોતે પાલન કરશે અને અન્ય એક વ્યક્તિને પણ આ સેમિનાર અને નિયમો સમજાવવાનું વચન આપેલ.

તે સાથે IDFC FIRST BANK – લાલપર બ્રાન્ચ દ્વારા વિધાર્થીઓને બેન્કને લગતી માહિતી અપાઈ તેમજ કોઈ અજાણ્યા વ્યજતિને OTP ના આપવો જેવી ગંભીર બાબતોની જાગૃતિ અર્થે સમજૂતી આપેલ.અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ તમામ કર્મચારીનો આભાર વ્યકત કરેલ