અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રીને શ્રધ્ધાંજલિ પાઠવવા ગૌમાતાને લાડું ખવડાવાયા

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી કુસુમબેન નરભેરામભાઈ ઉઘરેજાનું તા.19 જુનના રોજ દુખદ અવસાન થયું હતું. જેથી તેમને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે અષાઢી બીજના રોજ ગૌમાતાને લાડું ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પડધરી તાલુકાના નાનાવડા ગામ ખાતે આવેલ દાતાર ગૌશાળામાં 600થી વધુ ગૌમાતાઓ છે. ત્યાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મનોજભાઈ ઉઘરેજા, કમલેશભાઈ ઉઘરેજા, મુકેશભાઈ આંખજા, રાકેશભાઈ બરાસરા, જયભાઈ મેરજા, ચેતનાબેન કાસુન્દ્રા, આશાબેન બોખાણી, નિતાબેન, ઉર્વશીબેન, ગુનગુનબેન, જાગૃતિબેન, પંકજભાઈ, દિપકભાઈ, બકાભાઈ, પ્રફુલભાઈ આંખજા, બ્રિજેશભાઈ, નિલભાઈ ભોજાણી, અશ્વીનભાઈ પ્રજાપતિ, કરણભાઈ કાસુન્દ્રા સહિતના સભ્યોએ દાતાર ગૌશાળાની મુલાકાત લીધી હતી. સાથે જ ગૌશાળા ખાતે રાત્રિ ભોજન પણ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યઓએ બનાવી ભોજન લીધું હતું. બાદમાં રાત્રે ગૌમાતા માટે લાડવા બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ તકે આ સેવા કાર્યને દાતાર ગૌશાળાના મહંત હસુ ભગતે બિરદાવ્યું હતું.