મોરબી : વિવિધ પ્રકારના કેન્સરનાં રોગ અંગે નિઃશુલ્ક નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે

મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ નાં સયુંકત ઉપક્રમે તા.૧૧/૦૭/૨૦૨૪, ગુરુવારનાં રોજ મોરબી જીલ્લાના માળીયા(મી) તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માળીયા ખાતે તથા તા.૧૨/૦૭/૨૦૨૪, શુક્રવાર નાં રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) ટંકારા ખાતે, સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી, વિવિધ પ્રકારના કેન્સરનાં રોગ અંગેનું નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે

આ સ્ક્રીનીંગ કેમ્પમાં GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર માંથી વિવિધ કેન્સર રોગના સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો સેવા આપશે અને જરૂર જણાયે દર્દીઓને આગળની તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે, તો આ યાદી મારફતે મોરબી જીલ્લાની તમામ જાહેર જનતાને ઉપરોક્ત સ્ક્રીનીંગ કેમ્પનો બહોળી માત્રામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.