દિવ્યાંગો માટે સાયક્રાટીક, ઓર્થોપેડિક સર્જન, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર, ડી.ઇ.ઓ. સહિત નિષ્ણાંતો સેવા આપશે
મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દિવ્યાંગજનોના મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાની કામગીરી કરવામાં આવશે.
આ કેમ્પ અનુસંધાને તારીખ ૧૬/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન સરકારી હોસ્પિટલ – વાંકાનેર ખાતે, તારીખ ૩૦/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર – માળીયા ખાતે તેમજ તારીખ ૧૩/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન નવજીવન વિકલાંગ સેવાશ્રય – હળવદ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિવિધ કેમ્પમાં સાયકોલોજિસ્ટ માટે પદ્મ કુંવરબા હોસ્પિટલ-રાજકોટ, સાયક્રાટીક ડૉ. પ્રજ્ઞાબેન સોરાણી અને ડૉ. દીપ ભાડજા, ઓર્થોપેડિક સર્જન ડૉ.પૂર્વ પટેલ, ડૉ.દિવ્યેશ જેતપરિયા, ડૉ.પાર્થ કણસાગરા અને ડૉ.સાગર હાંસલિયા, કાઉન્સેલર ભાવેશ છાત્રોલા, ડી.ઇ.ઓ. દિવ્યેશ સીતાપરા સહિત નિષ્ણાંતો સેવા આપશે.
મોરબી જિલ્લાના તમામ દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.