લાલપર આયુષ્યમાન આરોગ્ય મંદિર અને તેના તાબા ના વિવિધ ગામો માં વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરાઈ

વર્ષ 1990થી સમગ્ર વિશ્વમાં 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય તરીકે આપણા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ દિવસની ઉજવણી કરવાનું સૂચન એક ભારતીય વસ્તી નિષ્ણાત ડૉ. કે.સી. ઝકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

વિશ્વને વધતી વસ્તીની સમસ્યા સામે જાગવું પડશે, આ પ્રગતિનો સંદેશ આખી દુનિયામાં ફેલાવવો પડશે.

ઇતિહાસ એવો છે કે વર્ષ 1987માં 11મી જુલાઈના રોજ વિશ્વની વસ્તીનો આંકડો પાંચ અબજને આંબ્યો ત્યારે વિશ્વ બેન્કમાં વસ્તી વિષયક નિષ્ણાત તરીકે સેવા આપી રહેલા ડૉ. કે.સી. ઝકરિયાએ વધતી વસ્તી અને તેને કારણે વકરતી વૈશ્વિક સમસ્યાઓ અંગે દુનિયાભરના લોકોમાં જાગૃતિ વધે એવા આશયથી વિશ્વ વસ્તી દિવસ ઊજવવાનું સૂચન કર્યું હતું.

વર્ષ ૨૦૨૪ ના સરકારશ્રી ના વસ્તી નિયંત્રણ સૂત્ર “વિકસિત ભારતની પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” મુજબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કવિતાબેન દવે તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન્દ્ર મહેતા સાહેબ ની સૂચના મુજબ આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપર અને તેના તાબા ના વિવિધ ગામો માં વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી જે અંતર્ગત લોકો માં વસ્તી નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન મળે એ હેતુ થી દંપતી સંપર્ક પખવાડિયું, રેલી, ગુરુ શિબિર, લઘુ શિબિર, સ્પર્ધા અને ડોર ટૂ ડોર પ્રચાર પ્રસાર કરવા માં આવેલ હતો.

જે અંતર્ગત

*દિકરો દિકરી એક સમાન
વિષે સમજુતી આપી.
* નાનું કુટુંબ સુખી કુટુંબ ના ફાયદા અંગે ચર્ચા કરી.
* ખુશીનો મંત્ર રાખજો યાદ બીજું બાળક 3 વર્ષ બાદ વિશે ચર્ચા કરી.
* કાયમી પદ્ધતિ અને બિનકાયમી પદ્ધતિ અંગે ચર્ચા કરી
* કુટુંબ નિયોજન પદ્ધતિ માં મળવા પાત્ર સહાય વિશે સમજૂતી આપી
* અમે બે અમારા બે ના સૂત્ર અંગે ચર્ચા કરી.
* લગ્ન ની યોગ્ય ઉંમર વિશે ચર્ચા કરી.
* લગ્ન બાદ પણ 2 કે 3 વર્ષ બાદ પ્રથમ બાળક રાખવા અંગે સલાહ આપવામાં
આવેલ.
*બિનકાયમી પદ્ધતિ નો લાભ આપ્યો લાભાર્થી ને.
જેવી વિવિધ માહિતી અને માર્ગદર્શન આપવા માં આવેલ હતું.

ઉપરોક્ત કામગીરી માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપર ના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, ડો. જયેશ રામાવત, દીપકભાઈ વ્યાસ એ જરૂરી માર્ગદર્શન પૂરું પડેલ હતું. તેમજ આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા સહિત ના વિવિધ કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી.