મોડેલ સ્કૂલ-મોટીબરાર શાળામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ

મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી શાળામાં કરવામાં આવી હતી. જેમાં શાળાની અંદર નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. નિબંધ સ્પર્ધામાં શાળામાંથી કુલ બે વિદ્યાર્થીનીએ ભાગ લીધેલ હતો. જેમાં પ્રથમ નંબર કાનગડ તેજસ્વી વિક્રમભાઈ (ધોરણ-૧૦) અને દ્રીતીય નંબર બાળા ખુશી દિનેશભાઈ (ધોરણ-૦૯) પ્રાપ્ત કરેલ હતો તથા ચિત્ર સ્પર્ધામાં શાળામાંથી કુલ 10 વિદ્યાર્થીએ ભાગ લીધેલ હતો

જેમાં પ્રથમ નંબર બાલાસરા હર્ષિતા દીપકભાઈ (ધોરણ-૧૦) દ્વિતીય નંબર મોવર સલમા સલેમાનભાઈ (ધોરણ-૦૯) તૃતીય નંબર મકવાણા પાયલ જગદીશભાઈ (ધોરણ-૦૯) પ્રાપ્ત કરેલ હતો. આ તમામ (સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરેલ અને સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ) વિદ્યાર્થીઓને શાળાએ પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.તથા શાળાના શિક્ષકો દ્વારા વિશ્વ વસ્તી દિવસ વિશે અને સ્પર્ધામાં વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લેતા થાય એ માટે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. આ તકે સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.