ABVP મોરબી શાખા દ્વારા GMERS મેડીકલ કોલેજ ખાતે મેડિકલ કોલેજ ફી માં થયેલા ધરખમ વધારા ને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે લઈને વિરોધ દર્શાવી આવેદન પત્ર આપવામાં આવ્યું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા GMERS મેડિકલ કોલેજ માં ફી વધારાના વિષય ને લઈને તારીખ 12/07/2024 શુક્રવારે ના રોજ મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપવામાં આવ્યું.
આ પહેલા પણ 2023 માં મેડિકલ કોલેજ માં ફી વધારો કરવામાં આવ્યો હતો જેનો ABVP દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો અને એ રજૂઆત સફળ રહી જેને લઈને ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો હતો આ વર્ષે પણ ફી વધારાનો ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. જેમાં મોરબી ખાતે ABVP રાજકોટ વિભાગ સંયોજક તથા મોરબી જિલ્લા સંયોજક ની હાજરી રહી.