મોરબી જિલ્લામાં હાલ વૃક્ષારોપણની મુહીમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલા સ્મશાનના પરિસરમાં મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.
હાલ વર્ષાઋતુ ચાલી રહી છે અને મોરબી જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં વેજીટેબલ રોડ પર પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ સ્મશાનના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ વેળાએ અગ્રણી ડૉ. જયંતિભાઈ ભાડેસિયા મોરબી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. ડી.એસ. પટેલ, ઉપપ્રમુખ જયોતિસિંહ જાડેજા, ખજાનચી કમ મંત્રી મનજીભાઈ સરાવાડીયા, ટ્રસ્ટી સર્વ કેશવજીભાઈ આદ્રોજા, થોભણભાઈ અઘારા, અનીલભાઈ વાઘેલા, કેશવજીભાઈ કંડીયા, રાજવિરસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, મનસુખભાઈ માકાસણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.