ત્રણ ત્રણ દાયકાઓથી પત્રકારત્વની પીચ પર આજે પણ અણનમ, અડીખમ.
મોરબીમાં બેબાક અને નીડર પત્રકારત્વ કરતા કરતા આજે ત્રણ ત્રણ દાયકાઓ બાદ પણ પત્રકારત્વની પીચ પર અણનમ અને અડીખમ પત્રકાર અને ” દાદા” ના હુલામણા નામથી જાણીતા એવા ” અકિલા ” ના સીનીયર પત્રકાર પ્રવિણભાઇ વ્યાસનો આજે જન્મદિવસ છે. તા 12 જુલાઈએ 65 વર્ષ પુરા કરી તેઓ આજે 66 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
1992 માં રાજકોટથી પ્રસિધ્ધ થતા દૈનિક “નૂતન સૌરાષ્ટ્ર” ને પોતાની પાઠશાળા બનાવ્યા બાદ, તેની સાથે સાથે સાંધ્ય દૈનિક ” આજકાલ” ( સ્વ. રાજુભાઈ શાહ ) અને ત્યારબાદ તો રાજકોટથી પ્રસિધ્ધ થતા લગભગ તમામ સવાર સાંજના અખબારોમાં માનદ સેવા આપનાર અને છેલ્લા ત્રણ ત્રણ દાયકાઓથી “અકિલા” પરિવારના સભ્ય અને મોરબી જીલ્લાના ” અકિલા” ના સીનીયર પત્રકાર તરીકે તેઓ કાર્યરત છે.
સફળ પત્રકાર હોવાની સાથે તેઓ એક જાણીતા રાજકીય વિશ્લેષક તરીકે પણ જાણીતા છે. ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની રાજકીય ડેબિટમાં રાજકીય વિશ્લેષક તરીકે કાર્યરત રહે છે. ગુજરાત સહિત અનેક પત્રકારો સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
સામાજીક જવાબદારીઓના નિર્વહન વાત કરીએ તો તેઓ સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિના પ્રમુખ તરીકે, શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબીના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવાઓ આપવા સાથે આજે તેઓ શ્રી વ્યાસ પ્રગતિ મંડળના સલાહકાર તરીકે સેવાઓ આપી રહ્યા છે. મોરબી પ્રેસ એસો. ના પ્રમુખ તરીકેની તેમની સેવાઓ પણ ખુબ પ્રશંસનીય રહી છે. આજે પણ મોરબીના હિતમાં કામ કરતી સામાજીક, સેવાભાવી સંસ્થાઓને સતત યોગદાન આપતા રહેછે.
વિશાળ મિત્રવર્તુળ, પત્રકાર મિત્રો, રાજકીય અગ્રણીઓ, સમાજિક અગેવાનો, ઉદ્યોગ અગ્રણીઓ, વેપારી મિત્રો સહિત પ્રવિણ વ્યાસને તેમના મો. 9825487412 પર જન્મદિનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.