માળિયા મીયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળા માં બાળ સંસદની ચુંટણીનું આયોજન કરવામાં આવેલ . જેમાં ધો. ૩ થી ૮ નાં કુલ ૧૯૫ જેટલા બાળ મતદારોએ ૧૦ ઉમેદવારો માટે પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.
સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ થઈ હતી. જેમાં બાળ મતદાર એજન્ટ, બાળ પોલિંગ સ્ટાફ , પ્રિસાઇડિંગ ઓફિસર અને બાળ સુરક્ષા સ્ટાફ વગેરે સાથે સમગ્ર ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અંતે મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે નવા બાળ મંત્રી મંડળની રચના પણ કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા બાળકોમાં મતદાન જાગૃતિ, એકતા, નેતૃત્વ , લીડર શીપ વગેરે જેવા મૂલ્યો વિકસાવવાનું ધ્યેય ઘણે ખરે અંશે સિદ્ધ થતું જોવા મળ્યું.
સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હોય શાળાના આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા આ તકે તમામ શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ.