મોડેલ સ્કૂલ હળવદ ખાતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

હળવદ-આજ રોજ 19 જુલાઈને શુક્રવારના રોજ હળવદ ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં 60 જેટલા વિદ્યાર્થીઓ અને 20 જેટલા વાલીશ્રીઓની હાજરીમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે બાળકો તથા વાલીઓને માર્ગદર્શન મળી રહે એવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મહેમાન મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અતુલ છાસિયા,હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા હાજર રહ્યા હતા જેમાં N.M.M.S જ્ઞાનસાધના,જ્ઞાનસેતુ,NTSE, પ્રખરતા શોધ કસોટી, SSE, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનારના તજજ્ઞઓ રાજેશભાઇ જાકાસણીયા,ધનજીભાઈ ચાવડા તથા સુનિલભાઈ મકવાણાએ સરસ માર્ગદર્શન આપ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આમ સમગ્ર સેમિનારના અંતે વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને સરકારની વિવિધ શૈક્ષણિક પરીક્ષાઓ, યોજનાઓ,હેતુઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પુરી માહિતી અને સમજ મળી હતી.